Mathiya Recipe: દિવાળીનાં નાસ્તા માટે ક્રિસ્પી ટેસ્ટી જાડા મઠીયાની રેસીપી


By Vanraj Dabhi22, Oct 2024 03:30 PMgujaratijagran.com

મઠિયા રેસીપી

દિવાળી પર તમે તીખા અને ચટપટા મઠિયા બનાવવા માંગતા હોવ તો તમે આ રેસીપી તમને ઉપયોગી થશે.

સામગ્રી

મઠિયાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, અજમો, હળદર, હિંગ, મરચું પાઉડર, સફેદ તલ, તેલ, ખાંડ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં મઠિયાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, અજમો ઉમેરો.

સ્ટેપ-2

હવે તેમાં હળદર, હિંગ, મરચું પાઉડર, સફેદ તલ, તેલ વગેરે ઉમેરીને હાથ વડે મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં એક કપ પાણી ગરમ કરી તેમાં ખાંડ ઉમેરીને ઓગાળી લો.

સ્ટેપ-4

હવે નવશેકા ખાંડ વાળા પાણીથી લોટ બાંધીને સારી રીતે કૂણી લો.

સ્ટેપ-5

હવે લૂઆ બનાવી પાટલા પર મૂકી વેલણ વડે જાડી મઠિયા બનાવી લો.

સ્ટેપ-6

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી મઠિયાને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે તીખાં અને ચટપટા મઠિયા, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દિવાળીના તહેવારમાં આ રીતે નકલી માવાની ઓળખ કરો