મોટાભાગે માવામાં મેદો, મિલ્ક પાઉડર અથવા સિન્થેટિક મિલ્ક જેવી ચીજવસ્તુઓની ભેળસેળ કરે છે. તે ડાયરિયા અને ફૂડ પોઈઝીંગ જેવી સમસ્યા સર્જી શકે છે.
નવસેકા પાણીમાં સૌથી પહેલા આયોજીન અને એક અથવા બે ચમચી માવા નાંખો. જો પણીનો કલર વાદળી થઈ જાય તો સમજવું કે ભેળસેળ છે.
માવો અસલી છે કે નકલી? આ તપાસવા માટે માવાને હાથમાં ઘસો. જો માવો ખરબચડી સ્થિતિનો અહેસાસ કરાવે તો સમજવું કે તે અસલી નથી.
માવો દૂધની જેમ સુગંધ ધરાવે છે. જ્યારે નકલી માવો સુગંધ ધરાવતો નથી.