Bhakharwadi Recipe: દિવાળી સ્પેશિયલ ભાખરવડીની રેસીપી


By Vanraj Dabhi21, Oct 2024 03:25 PMgujaratijagran.com

ભાખરવડીની રેસીપી

દિવાળી પર દરેક લોકો અલગ અલગ ફરસાણનો સ્વાદ માણતા હોય છે, તમે દિવાળ પર સ્પેશિયલ ભાખરવડીની રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

ઘઉંનો લોટ,મેંદો, બેસન, મીઠું, હળદર, લીલા કોપરાનું છીણ, સૂકા કોપરાનું ખમણ, શીંગદાણા, તલ, વરીયાળી, ખસખસ, ખાંડ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, લીંબુનો રસ, લીલા મરચાં, લસણ, આદું.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં તલ, વરિયાળી,ખસખસ,શીંગદાણાને હળવા શેકી મિક્સર જારમાં નાખીને પીસી લો.

સ્ટેપ-2

હવે તે જ પેનમાં બેસનને હળવો શેકી એક બાઉલમાં કાઢી તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે કોપરાનું છીણ અને ખમણ, બેસન, આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં દળેલી ખાંડ, લીંબુનો રસ,આખા તલ વગેરે સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો.

સ્ટેપ-5

હવે તેમાં મેંદો, થોડું પાણી એડ કરી કઠણ લોટ બાંધી તેમાંથી લૂઆ લઈ રોટલી વણી તેમાં સ્ટફિંગ પાથરી રોલ કરી લો.

સ્ટેપ-6

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી બધી ભાખરવડીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે ભાખરવડીની રેસીપી, દિવાળી પર ઘરે આવતા મહેમાનોને તમે પીરસી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Moongdal Farsi puri: દિવાળી પર ઘરે ટ્રાય કરો મગદાળની ફરસી પુરી