દિવાળી પર ઝડપથી યુનિક રેસીપી બનાવવા માંગતા હોવ તો તમે ઇન્સ્ટન્ટ શાહી ટુકડા સ્વીટ ડીશ બનાવી શકો છો.
ટોસ્ટ, ફુલ ક્રીમ દૂધ, ખાંડ, ગુલાબ જળ, વેનીલા એસેન્સ, બદામ, કાજુ, પિસ્તા.
સૌ પ્રથમ બ્રેડને તેલ અથવા ઘીમાં તળીને ટુકડા કરી લો અથવા ટોસ્ટનો ઉપયોગ કરો જેથી તેને તળવાની જરૂર નહીં પડે.
હવે એક કડાઈમાં દૂધ ગરમ કરી ધીમી આંચ પર તે ઘટ્ટ થાય ત્યાં પછી તેમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને પકાવો.
હવે એક બાઉલમાં ખાંડ અને પાણી ઉમેરીને ઉકાળીને ચાસણી બનાવો.
હવે એક ટ્રે માં ટોસ્ટને સીટની જેમ ફેલાવી તેના પર ગરમ ચાસણી રેડો.
હવે ઉપર કન્ડેન્સ્ડ દૂધ અને ડ્રાય ફ્રૂટ્સ ગાર્નિશ કરો. તમે સુગંધ માટે ગુલાબજળ અને વેનીલા એસેન્સ ઉમેરી શકો છો.
તૈયાર છે શાહી ટોસ્ટ ટુકડા સ્વીટ તમે દિવાળી પર સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.