ક્રિસ્પી તલની ચીકી બનાવવાની પરફેક્ટ રેસીપી


By Vanraj Dabhi18, Aug 2024 11:13 AMgujaratijagran.com

તલની ચીકી

તલની ચીકી ખાંડ કે ગોળમાંથી બનાવવીમાં આવે છે.ચાલો આજે આપણે ઘરે તલની ક્રિસ્પી ચીકી બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

સફેદ તેલ 1 કપ, ગોળ 1 કપ, ઘી 1 ચમચી.

સ્ટેપ- 1

તલની ચીકી બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈ ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો.

સ્ટેપ- 2

કડાઈ ગરમ થાય એટલે તેમાં એક કપ તલ નાખી ધીમા તાપે શેકી લો અને તેને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દો.

સ્ટેપ- 3

હવે એ જ કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરો.

સ્ટેપ- 4

હવે તેમાં ગોળ નાખી ફુલ ગેસ પર ગોળને ઓગાળીને ચાસણી તૈયાર કરો.

સ્ટેપ- 5

હવે ચાસણીમાં તલ ઉમેરીને મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.

સ્ટેપ- 6

હવે પ્લેટમાં ઘી લગાવાને તેના પર તૈયાર થયેલ તલ ગોળનો પાક કાઢીને ફેલાવી દો.

સર્વ કરો

થોડીવાર પછી પરફેક્ટ ચોરસ પીસ કરવા માટે ચપ્પુની મદદથી કટકા કરી લો અને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Aloo Paratha Recipe: આલુ પરાઠા બનાવવાની યુનિક રેસીપી અત્યારે જ નોંધી લો