Diwali Snacks: કોથમીરના તીખા શક્કરપારા


By Vanraj Dabhi29, Oct 2024 12:29 PMgujaratijagran.com

કોથમીરના શક્કરપારા

દરેક લોકોએ શક્કરપાર તો ખાધા જ હશે, દિવાળી પર તમે યુનિક રેસીપી માટે કોથમીરના તીખા શક્કરપારા બનાવી શકો છો.

સામગ્રી

કોથમરી, કીટ્ટુ, ઘી, સફેલ તલ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, સૂજી, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, હિંગ, તેલ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ઝીણી સમારેલ કોથમરી, કીટ્ટુ, તલ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, સૂજી, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, હિંગ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં ઘી નું મોણ અને પાણી ઉમેરીન લોટ બાંધી લો.

સ્ટેપ-3

લોટમાંથી લૂઆ બનાવી પાટલા પર રોટલી વણી પછી છરી વડે શક્કરપારા બનાવી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી શક્કરપારાને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે કોથમરીના તીખા શક્કરપારા, તમે ચા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Diwali Special Sweet: દિવાળી પર ઘરે ટ્રાય કરો દૂધીની બરફી