દિવાળી પર દરેક લોકો અનેક પ્રકારની મીઠાઈઓ બનાવતા હોય છે. તે દૂધીની બરફી બનાવી શકો છો.
દૂધી, ઘી,ખાંડ, ખોયા, કાજુ અને બદામ, દૂધ, એલચી.
સૌપ્રથમ દૂધીને પાણીથી ધોઈને તેની છાલ કાઢીને તેને છીણીને એક બાઉલમાં તેમાંથી વધારાનું પાણી દબાવીને કાઢી લો.
એક કડાઈમાં ઘી ગરમ કરી પછી તેમાં છીણેલી દૂધી નાખીને મધ્યમ આંચ પર સાંતળી લો.
હવે તેમાં દૂધ, ખોવા અને ખાંડ નાખીને મિક્સ કરી સારી રીતે પકાવો.
આ મિશ્રણમાંથી દૂધ સુકાઈ જાય, ત્યારે ઘી ઉમેરીને મિક્સ કરો.
હવે આ મિશ્રણને પ્લેટમાં કાઢીને ફેલાવી લો અને બરફીના આકારમાં કાપી લો. ઉપર ઝીણા સમારેલા કાજુ અને બદામ ઉમેરીને ગાર્નિશ કરો.
તૈયાર છે દૂધી બરફી. તેને થોડીવાર માટે ફ્રિજમાં રાખો, તમે દિવાળી પર આ સ્વીટ ડીશ બનાવી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વિવિધ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.