Aloo Paratha Recipe: આલુ પરાઠાની યુનિક રેસીપી


By Vanraj Dabhi28, Oct 2024 01:30 PMgujaratijagran.com

આલુ પરાઠા

આલુ પરાઠાએ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે, આ રેસીપી તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

સામગ્રી

ઘઉંનો લોટ,મીઠું,પાણી,બાફેલા બટેટાનો છૂંદો,લીંબુનો રસ,માખણ,લાલ મરચું પાવડર,જીરું,ધાણાજીરું,આદુ-મરચાની પેસ્ટ,કોથમીર,ઘી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક કાથરોટમાં ઘઉંનો લોટ,તેલ,મીઠું અને થોડું થોડું પાણી નાંખીને રોટલી જેવો નરમ લોટ બાંધી લો.

સ્ટેપ- 2

હવે એખ બાઉલમાં બાફેલાં બટાકાની મેશ તૈયાર કરી તેમાં સમારેલું લીલું મરચું,લાલ મરચું પાઉડર,છીણેલું આદું,ગરમ મસાલો,ખાંડ,લીંબુનો રસ અને મીઠું નાંખો.

સ્ટેપ- 3

મિશ્રણને બરાબર મિક્સ કરીને તેના એક સરખાભાગના ગોળ ગોળ લૂઆ બનાવી લો.

સ્ટેપ- 4

હવે ઘઉંનો લોટમાંથી લૂઓ લઈને સૂકા લોટ છાંટીને પાટલાં ઉપર ગોળ આકારમાં વણી તેના પર મસાલાનો લૂઓ મૂકીને ચારેબાજુથી વાળીને ફરીથી વણી લો.

સ્ટેપ- 5

હવે એક તવાને મધ્યમ આંચ પર ગરમ કરીને તેલ લગાવીને પરોઠાને તવા ઉપર મૂકીને બંન્ને બજુ શેકી લો.

સર્વ કરો

એક પ્લેટમાં કાઢો અને તેની ઉપર માખણ લગાવીને તમે ટમેટાનાં રાયતાં અને અથાણાની સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Makai Dhokla: મકાઈના લોટના ઢોકળાની યુનિક રેસીપી