દરેક લોકોને ઢોકળા ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. તમે તેને સાંજે કે સવારે ચા સાથે નાસ્તામાં મકાઈના ઢોકળા સર્વ કરી શકો છો.
મકાઈનો લોટ,દહીં,આદુ-લીલા મરચાની પેસ્ટ,મરચું પાવડર,તેલ,સ્વાદ માટે મીઠું,સરસવ,તલ,હિંગ,ફ્રુટ સોલ્ટ.
સૌ પ્રથમ એક બાઉલમાં મકાઈનો લોટ,રવો,દહીં,આદુ-લીલા મરચાંની પેસ્ટ,મરચું પાવડર,અડધી ચમચી તેલ,મીઠું અને અડધો કપ પાણી નાખીને બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં ફ્રુટ સોલ્ટ ઉમેરીને તેના પર 2 ચમચી પાણી રેડીને હળવા હાથે મિક્સ કરીને બેટર બનાવી લો.
બેટરને ગોળાકારની પ્લેટને ઘીથી ગ્રીસ કરીને તેમાં એક સમાન સ્તરમાં ફેલાવી દો.
તેના પર ઢાંકણ ઢાંકીને ઢોકળાને પકાવીને થાડીવાર ઠંડા થાય પછી છરી વડે ટુકડા કરી લો.
હવે એક નૉન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,તલ,હિંગ ઉમેરીને સાંતળી વઘાર તૈયાર કરીને ઢોકળા પળ રેડો.
હવે તૈયાર છે મકાઈના ઢોકળા તમે લીલી ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અન્ય રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.