ભજીયાની અનેક વેરાયટી છે પરંતુ સૌથી જડપથી બનતી બટાટાની પતરીના ભજીયા છે.
બટાટાની સ્લાઈસ, ચણાનો લોટ, મીઠું, હળદર, હિંગ, સોડા, તેલ, પાણી.
સૌ પ્રથમ બટાટાને ધોઈને તેની સ્લાઈસ કરી લો.
એક બાઉલમાં ચણાનો લોટ,મીઠું,સોડા,હિંગ,હળદર અને જરૂર મુજબ પાણી ઉમેરીને બેટર તૈયાર કરો.
તેલ ગરમ કરો અને પછી બટાટાની સ્લાઈસને બેટરમાં ડીપ કરી કરી ગરમ તેલમાં ભજીયા તળી લો.
તૈયાર છે બટાટાની પતરીના ભજીયા તમે ગરમા ગરમ ચા સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.