ભેળપૂરી સમગ્ર દેશનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.આ ચટપટી ભેળપૂરી બનાવવી પણ એકદમ સરળ છે.ચાલો જાણીએ.
મમરા, ડુંગળી, ટામેટા, બાફેલા બટેટા,લીલી ચટણી, ખજૂર-આમલીની ચટણી, સમારેલા લીલા મરચાં, ચાટ મસાલો, લીંબુનો રસ, લસણની ચટણી, લીલા ધાણા, કાચી કેરીના ટુકડા, પાપડી, સેવ, તળેલા મસાલા ચણાની દાળ.
સૌપ્રથમ ડુંગળી,ટામેટા,લીલા મરચા અને લીલા ધાણાને બારીક સમારી લો અને પછી બાફેલા બટાકાના ટુકડા કરી લો.
હવે એક મોટા બાઉલમાં મમરા લો.પછી તેમાં સમારેલી ડુંગળી,બટેટા,ટામેટા,લીલું મરચા ઉમેરો.
હવે તેમાં લસણની ચટણી,લીલી ચટણી અને ખજૂર-આંબલીની ચટણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં ચાટ મસાલો,લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્ષ કરો
હવે તેમાં પાપડી,મસાલા ચણાની દાળ,કાચી કેરીના ટુકડા,સેવ,લીલા ધાણા નાખી સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.