ગુજરાતમાં ચણાના લોટામાંથી બનતી વિવિધ વાનગીઓ ખૂબ જ ખાવામાં આવે છે, જેમ કે ભજીયા, ગાંઠિયા , સેવ, કે ખાંડવી વગેરે રેસીપીઓ બનાવવામાં આવતી હોય છે.
ચણાનો લોટ,લાલ મરચું પાઉડર,આમચુર પાઉડર,મીઠું,ચાટ મસાલો,હિંગ,તેલ.
સૌ પ્રથમ હેન્ડ બ્લેન્ડરમાં તેલ, પાણી ઉમેરીને સારી રીતે ફીણીને એકદમ વ્હાઇટ અને ફલફી થાય ત્યાં સુધી મિક્સ કરો.
એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, હળદર, ખારો,મરી અને અજમો ઉમેરી કરી સરખી રીતે મિક્સ કરી તેલ પાણીનું મિશ્રણ ઉમેરીને ઢીલો લોટ બાંધી લો.
હવે ગાંઠીયા પાડવાના સંચામાં મોટા કાણા વાળી જારીને તેલ લગાવી લોટ ભરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગાંઠીયા પાડીને સારી રીતે તળી લો.
તીખા ગાંઠિયા તૈયાર છે તમે તેને મરચા,ડુંગળી,કઢી,ચટણી વગેરે સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.