Farali Sukhdi Recipe: ફરાળી સુખડી બનાવવાની રીત


By Vanraj Dabhi18, Jul 2024 12:48 PMgujaratijagran.com

ફરાળી સુખડી

વ્રત દરમિયાન તમને અવનવી રેસીપી ખાવાનું મન થાય તો તમે ઘરે ફરાળી સુખડી બનાવી શકો છો, નોંધી લો રેસીપી.

સામગ્રી

મગફળી,ગોળ,નાળિયેર,ઘી,ઓટ્સ,મિલ્ક પાઉડર,ગુંદર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં મગફળીના દાણા શેકીને મિક્સર જારમાં નાખી ક્રશ કરી લો અને તે જ પેનમાં નારિયેળનું છીણ હળવું શેકી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગુંદર શેકી લો અને પછી તેમાં ગોળ ઉમેરીને ઓગાળી લો.

સ્ટેપ-3

હવે તેમાં ખજૂરની પેસ્ટ,મગફળીનો પાઉડર,મિલ્ક પાઉડર,નારિયેળનો પાઉડર,ગુંદરનો પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે આ મિશ્રણને થોડીવાર પકાવીને પછી એક પ્લેટમાં ઘી લગાવીને તેમાં કાઢીને પ્લેટમાં ફેલાવીને છરી વડે ચોસલા બનાવી લો.

સર્વ કરો

તૈયાર છે ફરાળી સુખડી, તમે વ્રત દરમિયાન સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sabudana Khichdi Recipe: વ્રત માટે ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત