Sabudana Khichdi Recipe: વ્રત માટે ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત


By Vanraj Dabhi18, Jul 2024 11:59 AMgujaratijagran.com

ફરાળી ખીચડી

ફરાળમાં તમને ખીચડી ખાવાનું મન થાય તો તમે ઘરે સાબુદાણાની ખીચડી ફટાફટ બનાવી શકો છો, નોંધી લો સરળ રેસીપી.

સામગ્રી

ઘી,મગફળી,જીરું,લીલાં મરચાં,આદુ,ટમેટાં,બાફેલા બટેટા,સેંધા નમક,કાળા મરીનો પાવડર,સીંગદાણાનો ભુકો,કોથમીર,ખાંડ,લીંબુનો રસ.

સ્ટેપ-1

સૌ પ્રથમ સાબુદાણાને 3 થી 4 વાર પાણીથી સારી રીતે ધોઈ 1 કપ પાણી ઉમેરીને 30 મિનિટ માટે પલાળી દો.

સ્ટેપ-2

હવે એક તવાને મધ્યમ આંચ પર ગરમ કરો અને તેમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરીને મગફળીના દાણા તળી લો.

સ્ટેપ-3

હવે એ જ તવામાં જીરું,લીલાં મરચાં,આદુ અને થોડાં લીમડાના પાન,સમારેલા ટામેટા ઉમેરીને બરાબર ફ્રાય કરો.

સ્ટેપ-4

2 મિનિટ પછી તેમાં 1 ઝીણું સમારેલ બાફેલા બટેટા,પલાળેલા સાબુદાણા,રોક મીઠું,કાળા મરીનો પાઉડર ઉમેરૂને બધું બરાબર મિક્સ કરો.

સ્ટેપ-5

હવે તેમાં મગફળીનો ભુકો,તળેલી મગફળી અને બારીક સમારેલી કોથમીર,ખાંડ,લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરીને થોડીવાર પકાવો.

સર્વ કરો

હવે તેને પ્લેટમાં કાઢીને દાડમના દાણાથી ગાર્નિશ કરીને તમારી ટેસ્ટી સાબુદાણા ખીચડીનો આનંદ માણો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Farali Aloo Paratha Recipe: વ્રત માટે ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત