Farali Aloo Paratha Recipe: વ્રત માટે ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત


By Vanraj Dabhi18, Jul 2024 11:18 AMgujaratijagran.com

ફરાળી આલુ પરાઠા

શ્રાવણ માસમાં ઘણા લોકો વ્રત કરતા હોય છે ત્યારે શું ખાવું તે મુંજવણ અનુભવતા હોય છે, ચાલો આજે અમે તમને યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

સાબુદાણા,બાફેલા બટાકા,લીલા મરચા,કોથમીર,સેંધા નમક,જીરું,ચિલી ફ્લેક્સ,કાળા મરી પાવડર,ઘી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પનમાં સાબુદાણા હળવા શેકી પછી તેને એક મિક્સર જારમાં નાખીને પાઉડર બનાવી લો.

સ્ટેપ-2

હવે તેને એક બાઉલમાં કાઢી પછી તેમાં બાફેલા બટેકાનું છીણ,મરચાના ટુકડા,કોથમરી,શેકેલ જીરું,ચિલી ફ્લેક્સ,કાળા મરી પાવડર,સેંધા નમક ઉમેરીને મિક્સ કરી લોટની જેમ બાંધી લો.

સ્ટેપ-3

હવે લૂઆ બનાવીને વેલણની મદદથી પરાઠા વણી લો.

સ્ટેપ-4

હવે એક તવો ગરમ કરી તેની પર એક ચમચી ઘી લગાવીને પરાઠા શેકી લો.

સર્વ કરો

તૈયાર છે ફરાળી આલુ પરાઠા તમે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી ફરાળની રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Career Options: ઘરે બેઠા કઈ રીતે પૈસા કમાઈ શકો છો?