Career Options: ઘરે બેઠા કઈ રીતે પૈસા કમાઈ શકો છો?


By Bhavesh Chaudhary17, Jul 2024 03:54 PMgujaratijagran.com

ઘરેથી કામ કરો

આજે વર્ક ફ્રોમ હોમની જોબ ખુબ જ વધી ગઈ છે. ઘણી કંપનીઓ એવી છે જે ઘરે બેઠા કામ આપી રહી છે. જાણો કઈ રીતે ઘરે બેઠા નોકરી કરીને કમાણી કરી શકો છો?

ગ્રાફિક્સ ડિઝાઈનિંગ

ગ્રાફિક્સ ડિઝાઈનિંગ ક્રિએટીવ નોકરી છે. જેમાં ટેક્સ અને ઇમેજનો ઉપયોગ કરીને વ્યુઝલ કંન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે. જે માહિતીને સ્પષ્ટ અને આકર્ષક બનાવે છે.

કંન્ટેન્ટ રાઈટર

જો તમને બ્લોગ, આર્ટિકલ, વેબસાઈડ કન્ટેન્ટ, સોશયલ મીડિયા પોસ્ટ અને જાહેરાતમાં લખવું પસંદ છે તો આ ક્ષેત્ર પસંદ કરી શકો છો. આ ક્ષેત્રમાં તમને ઘરેથી પણ 15 થી 50 હજાર સુધી પૈસા મળી શકે છે.

ભરતી કરનાર HR

ઘરે બેઠા ભરતી કરનાર HRની નોકરી કરીને મહિનામાં 25 હજારથી 35 હજારની કમાણી કરી શકો છો. જેના માટે તમે વર્ક ફ્રોમ હોમ આપતી કંપનીમાં નોકરી કરી શકો છો.

ક્લાઉડ સોલ્યુશન

આ નોકરીમાં તમારે ક્લાઉડ કોમ્પ્યુટિંગ સિસ્ટમની દેખરેખ રાખવાની હોય છે. જેનાથી તમે લાખોની કમાણી ઘરે બેઠા કરી શકો છે.

વેબ ડેવલપર

વેબ ડેવલપરનું કામ વેબસાઈડ ડિઝાઇન કરવાથી લઈને તેને મેનેજ કરવું અને જાણવાણી કરવાનું હોય છે. જેનાથી તમે 16 થી 40 હજાર રૂપિયા મહિને કમાઈ શકો છો.

મોબાઈલ વેબ ડેવલપર

તમે કોઈ પણ કંપની માટે ગેમિંગ, સોશ્યલ નેટવર્કીંગ, બિઝનેસ જેવી એપ્લિકેશન બનાવી શકો છો. જેનાથી તમને મહિને 20 થી 50 હજારની કમાણી કરી શકો છો.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Khakhra Recipe: મેથીના ખાખરા બનાવવાની રેસીપી