ખાખરા ખાવા દરેક લોકોને પસંદ હોય છે,પરંતુ તે ઘરે પરફેક્ટ રીતે બનાતા નથી આજે અમે તમને મેથીના ખાખરાની રેસીપી જણાવીશું.
લીલી મેથી,ઘઉંનો લોટ,તેલ,મીઠું,હળદર,લાલ મરચું પાવડર,ધાણાજીરું,પાણી.
સૌ પ્રથમ એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં મેથીના ઝીણા સમારેલા પાન નાખીને હળવા સાંતળીને એક બાઉલમાં કાઢી લો.
હવે તે બાઉલમાં ઘઉંનો લોટ,તેલ,મીઠું,ધાણાજીરું,લાલ મરચું, ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો પછી તેમાંથી લૂઆ બનાવીને પાટલા પર રાખી વેલણથી ખાખરા બનાવી લો.
હવે એક તવો ગરમ કરી તેની ઉપર એક ચમચી તેલ નાખીને ખાખારાને શેકી લો.
તૈયાર છે લીલી મેથીના ખાખારાની રેસીપી, તમે ચોમાસામાં નાસ્તા તકીકે સર્વ કરો શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનાવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.