જો તમે લંચ માટે ઝડપથી કંઈક હેલ્દી વાનગી બનાવવીને ખાવા માંગો છો તો તમે ટેસ્ટી ખીચડી બનાવી શકો છો, આવો જાણીએ તેને બાનાવાની સરળ રીત.
ચોખા-1 કપ,મગની દાળ કે મસૂરની દાળ-દોઢ કે બે કપ,પાણી 3-4 કપ,હળદર-1 ચમચી,તેલ-2-3 ચમચી,લીલું મરચું-1-2,સ્વાદ મુજબ મીઠું,જીરું-1 ચમચી.
ખીચડી બનાવવા માટે સૌપ્રથમ ચોખા અને દાળને પાણીથી સારી રીતે ધોઈ લો કૂકરમાં નાખો.
પછી તેમાં 3-4 કપ પાણી નાખો અને તેમાં મીઠું અને હળદર પણ નાખીને 3-4 સીટી વાગે ત્યા સુધી પકાવો.
હવે તેલ ગરમ કરો અને તેમાં જીરું અને મરચું નાખીને તેને તળી લો પછી આ વઘારને ખીચડીમાં નાખીને મિક્સ કરો.
હેલ્દી અને ટેસ્ટી સાદી ખીચડી તૈયાર છે. તમે તેને દહીં,અથાણું, પાપડ વગેરે સાથે સર્વ કરી શકો છો.
જો તમારે વધુ હેલ્દી ખીચડી ખાવી હોય તો તેમાં લીલા વટાણા,ટામેટા,કોબી વગેરે જેવા શાકભાજી નાખીને રાંધી શકો છો.
જો તમારે ખીચડીને વધુ ટેસ્ટી બનાવવી હોય તો ડુંગળીને ખીચડીમાં વઘારીને મિક્સ કરો.
તમે લંચ માટે ઇન્સ્ટન્ટ ખીચડી પણ બનાવી શકો છો, રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.