બજારમાં મળતી ચાટ લગભગ દરેકને પસંદ હોય છે, બીજી તરફ જો તમને સ્ટ્રીટ ફુડ ખાવાનું પસંદ નથી,તો તમે આ સ્વાદિષ્ટ ચાટને મિનિટોમાં ઘરે સરળતાથી બનાવી શકો છો.આવો જાણીએ કેવી રીતે બનાવી શકાય.
આ માટે સૌપ્રથમ બટાકાને બાફી લો હવે લીલા મરચાં લો,તેને સાફ કરીને મિક્સરમાં નાખો આ પછી તેમાં થોડું કાળું મીંઠુ અને લીલા મરચા નાખીને પીસી લો. બાફેલા બટાકાને નાના ટુકડામાં કાપીને ફ્રાય કરો.
જ્યારે બટાકા ગોલ્ડ બ્રાઉન થઈ જાય ત્યારે પ્લેટમાં કાઢી લો, તેમાં જીરું પાવડર,લાલ મરચું,કાળા મરી પાવડર,ચાટ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો, હવે તેના પર લીલી ચટણી નાખીને સર્વ કરો.
આ માટે ડુંગળી,ટામેટાં અને લીલા મરચાને સમારી લો,હવે બટેટાના ભુજીયા,મિક્સ,ખાટી મીઠી અથવા તમારી પસંદગીનું કોઈપણ ખારું મિશ્રણ મિક્સ કરો, આ પછી આ મિશ્રણમાં લીંબુનો રસ ઉમેરો.
આ મિશ્રણમાં કોથમીર,કાળું મીઠું,ચાટ મસાલો,બૂંદી વગેરે નાખો. હવે પાપડને શેકી લો અને તેને કોન શેપમાં ફોલ્ડ કરો અને તેમાં સ્ટફિંગ સર્વ કરો.
તેને બનાવવું ખૂબ જ સરળ છે. સૌથી પહેલા કાળા ચણાને 4-5 કલાક પલાળી રાખો. આ પછી આ ચણાને ઉકાળો.
હવે ટામેટા,ડુંગળી,લીલા મરચા,કોથમીરને નાના નાના ટુકડા કરી લો,આ પછી ચણાને હળવા હાથે મેશ કરો. તમે તેમાં બાફેલા બટેટા પણ નાખી શકો છો.
આ બાફેલા ચણા અને બટાકામાં સમારેલા તમામ શાકભાજીને મિક્સ કરો. આ પછી ચાટમાં મીઠું,લીંબુનો રસ અને ચાટ મસાલો મિક્સ કરો.
આ ત્રણ ચાટ સરળતાથી 10-20 મિનિટમાં બનાવી શકાય છે, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.