ઘેવર વગર શ્રાવણ મહિનો ફિકો લાગે છે, ઘેવર એ છપ્પન ભોગમાંની એખ મીઠાઈ છે,જો કે ઘેવરનો અનોખો સ્વાદ રાજસ્થાન સાથે જોડાયેલો છે,પરંતુ હવે તે ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે,જાણો ઘેવર બનાવવાની સરળ રીત.
લોટ-2 કપ,ઘી-1-4 કપ,દૂધ-1-4 કપ,ફૂડ કલર-1 ચપટી,પાણી-4 કપ,સિલ્વર વરખ-1,સમારેલ ડ્રાયફ્રૂટ્સ- 1 મુઠ્ઠી,ઘી- ઘેવર તળવા માટે,ખાંડ-2 કપ.
ખાંડના ચાસણી માટે એક પેનમાં 1 કપ પાણી અને 2 કપ ખાંડ નાખો અને તેને ઉકાળો,1 થી 2 તારની ચાસણી 5 થી 6 મિનિટમાં તૈયાર થઈ જશે,તેને ખુલ્લા વાસણમાં જાળીથી ઢાંકીને રાખી દો.
એક મોટા બાઉલમાં ઘન ઘી અને બરફનો ટુકડો ઉમેરો અને હલાવો,બરફના ટુકડા નાખો અને ઘી સફેદ ન થાય ત્યાં સુધી સત્તત હલાવો.
એક વાસણમાં દૂધ,લોટ અને પાણીનું પાતળું મિશ્રણ બનાવો, તેમાં ફુડ કલર નાખો,મિશ્રણ એટલું પાતળું બનાવો કે ઘીવર બનાવતી વખતે તે ચમચીમાંથી સરળતાથી નીકળી જાય.
એક કડાઈ લો, તેમાં ઘી નાખીને ધુમાળો નિકાળવા લાગે ત્યાં સુધી તેને ગરમ કરો.
પછી કડાઈની મધ્યમાં 50 મિલી ગ્લાસમાંથી મિશ્રણને રેડો,જ્યારે મિશ્રણ થોડું જામી જાય પછી મિશ્રણને ગોળ ફેરવીને કડાઈના કિનારે કાઢી લો.
ઘેવર વાસણની બાજુઓમાંથી નિકળી જશે અને મધ્યમાં નાના છિદ્રો દેખાવા લાગશે, હવે તેને કાળજીપૂર્વક બહાર કાઢો અને તેને ચાસણીમાં નાખો.
ઘેવરને ચમચાથી પકડીને ગરમ ચાસણીમાં ડુબાળીને બહાર કાઢી લો,ઘેવરમાંથી વધારાની ચાસણીને કાઢવા માટે તેને તાર પર મૂકો.
ઘેવર ઠંડુ થાય પછી તેના પર સિલ્વર વરખ લગાવો,તેના પર ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ નાખીને ગાર્નિસ કરો.
તહેવારોની આ સિઝનમાં ઘેવનના આ અનોખા સ્વાદ સાથે મીઠાશથી ભરાઈ જશો, જો તમને આ રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.