ઘણીવાર એવું થાય છે કે આપમે દહીંને ઘરે બરાબર જમાવી શકતા નથા અને બધો દોષ દૂધ ઉપર નાખીએ છીએ કે દૂધ સારું ન્હોતું.
આજે અમે તમને ઘરે પરફેટ બનાવવાની રીત વિશે જણાવીશું.તો ચાલો જાણીએ તેને પરફેક્ટ જમાવવા માટેની કેટલીક ખાસ ટિપ્સ-
જો તમે પરફેક્ટ દહીં બનાવવા માટો છો તો પાતળું દૂધ કે પાણીવાળા દૂધનો ઉપયોગ કરશો નહીં. ઘટ્ટ દહીં માટે ફુલ ફેટ વાળા દૂધનો ઉપયોગ કરવા હંમેશા સારું છે.
જો દહીં જમાવવા માટે છાસ ન હોય તો સૌથી પહેલા દૂધને સારી રીતે ઉકાળી લો અને ઠંડુ થવા દો. પછી તેમાં 3 થી 4 આખા લાલ મરચાં નાખીને 8-થી 9 કલાક રાખી દો.તેનાથી દહીં જામી જશે.
ઘણા લોકો કહે છે કે દહહીંને લાંબા સમય સુધી રાખવામાં આવે તો તે ખાટું થઈ જાય છે, જ્યારે દહીંને ઓછામાં ઓછા 7 કલાક આપવા જરૂરી છે. તેનાથી દહીં ઘટ્ટ થી જશે.
જો તમારી પાસે દહીં જમાવવા માટે સમય નથી તો તમે માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ કરીને ઓચા સમયમાં દહીં જમાવી શકો છો. આ માટે સૌપ્રથમ માઇક્રોવેવને 180 ડિગ્રી પર 2 મિનિટ માટે પ્રીહીટ કરો.
આ સિવાય તમે દહીંને પરફેક્ટ બનાવવા માટે માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરી શકો છો. હૂંફાળા દૂધમાં થોડું દહીં મિક્સ કરીને વાસણને માઇક્રોવેવમાં લગભગ 180 ડિગ્રી પર બે મિનિટ માટે ગરમ કરો. પરફેક્ટ દહીં થઈ જશે.
દૂધ-દહીંના મિશ્રણનું બાઉલ હૂંફાળા પાણીમાં 10-15 મિનિટ માટે મૂકો.પછી તેને ફ્રીજમાં રાખો અને 1 કલાક માટે રહેવા દો.થોડી વાર પછી તમે જોશો તો તમારું દહીં ખૂબ જ સારી રીતે જામી ગયું હશે.
જો તમારે માર્કેટ જેવું જ દહીં જોઈતું હોય તો માટીના વાસણનો ઉપયોગ કરો. માટીના વાસણમાં દહીં ઘટ્ટ અને મલાઈ જેવું બને છે અને માટીની સુગંધ દહીંને ટેસ્ટી બનાવે છે.
દહીં જમાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેના વાસણને હલાવશો નહીં કારણ કે જો વાસણ હલાવશો તો દહીં પરફેક્ટ નહીં જામે. દહીંના વાસણને ઢાંકીને રાખો જેથી દહીંને ગરમી મળી રહે.
જો તમને ટિપ્સ સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.