પરફેક્ટ મસાલાવાળી ચા કેવી રીતે બનાવવી, જાણો


By Jivan Kapuriya20, Aug 2023 05:09 PMgujaratijagran.com

જાણો

તમે પણ ચા બનાવી હશે,પરંતુ શું તમે જાણો છો કે પરફેક્ટ ચા કેવી રીતે બનાવવી, નહીં તો ચાલો જાણીએ શ્રેષ્ઠ ચા બનાવવાની રીત.

સામગ્રી

દૂધ-1 કપ,પાણી-1 કપ,ચા પત્તી-1-2 ચમચી,ખાંડ-1-2 ચમચી(સ્વાદ મુજબ),આદુ પેસ્ટ - 1-2 ચમચી,કાળા મરી -1-2,લવિંગ-1-2.

સ્ટેપ-1

સૌથા પહેલા એક વાસણમાં દૂધને ધીમા તાપે ગરમ કરો સાથે બીજા વાસણમાં દૂધથી માત્રામાં પાણી ગરમ કરો.

સ્ટેપ-2

પાણી ગરમ થયા પછી તેમાં ચા પત્તી નાખીને ઉકાળી લો.

સ્ટેપ-3

પછી તેમાં સ્વાદ મુજબ ખાંડ નાખો અને થોડીવાર પછી આદુની પેસ્ટ નાખોને હલાવો.

સ્ટેપ-4

હવે લવિંગ,કાળા મરી અને જે મસાલો તમને સારો લાગે તે નાખી દો.

સ્ટેપ-5

પાણીની સાથે આ તમામ સામગ્રીને ઉકાળી લો, અને બીજા ગેસ પર દૂધને ચમચા વદે ગરમ કરી લો.

સ્ટેપ-6

હવે સારી રીતે ઉકાળ્યા પછી જાણીના મિશ્રણમાં દૂધ નાખોને ઉકાળી લો અને ગેસ બંધ કરી દો.

ચા તૈયાર છે

હવે ચાને ગાળી લો. તમારી પરફેક્ટ ચા તૈયાર છે. જો તમને મસાલા નખવો પસંદ ન હોય તો ન નાખશો.

વાંચતા રહો

માહિતી સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

FPIએ આ મહિને ભારતીય શેરબજારમાં રૂપિયા 8,400 કરોડનું રોકાણ કર્યું