FPIએ આ મહિને ભારતીય શેરબજારમાં રૂપિયા 8,400 કરોડનું રોકાણ કર્યું


By Nileshkumar Zinzuwadiya20, Aug 2023 04:54 PMgujaratijagran.com

FPIનું વલણ

વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા, ચીનમાં આર્થિક ચિંતા તથા ઘરેલુ અર્થતંત્રની સ્થિરતા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)એ ભારતીય ઈક્વિટીમાં આ મહિને અત્યાર સુધીમાં આશરે રૂપિયા 8,400 કરોડનું રોકાણ કર્યું છે.

ચીનમાં આર્થિક સ્થિતિ

ચીનમાંથી માંગ ઘટવાને લીધે વૈશ્વિક અર્થિક માહોલ પડકારજનક બની રહ્યો છે. વૈશ્વિક શેરબજારમાં કોઈપણ નબળાઈ સ્થાનિક શેરબજારમાં ભારે વધઘટ સર્જી શકે છે.

1-18 ઓગસ્ટ વચ્ચે રોકાણ

આંકડાકીય માહિતી પ્રમાણે 1-18 ઓગસ્ટ દરમિયાન ભારતીય ઈક્વિટીમાં ચોખ્ખો રૂપિયા 8,394 કરોડ રોકાણ કર્યું છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ફિચ દ્વારા અમેરિકાની ક્રેડિટ રેટિંગ ઘટાડ્યા બાદ FPIએ રૂપિયા 2000 કરોડથી વધુ રોકાણ પાછુ ખેંચ્યું છે.

FPIનું વલણ

વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા અને ચીનમાં આર્થિક ચિંતાને લીધે FPIનું વલણ ભારતીય બજાર તરફ વળી રહ્યું છે. હવે તે ભારતીય બજાર માટે ધારણા હકારાત્મક થઈ શકે છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના 388 પ્રોજેક્ટ પાછળનો ખર્ચ 4.55 લાખ કરોડ વધ્યો