ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રૂપિયા 150 કરોડથી વધુ ખર્ચ સાથે 388 પ્રોજેક્ટનો ખર્ચ જુલાઈ 2023માં નિર્ધારિત અંદાજ કરતાં રૂપિયા 4.65 લાખ કરોડથી વધુ વધ્યો છે. વિલંબ તથા અન્ય કારણોસર આ પ્રોજેક્ટ્સની કિંમત વધી છે.
મંત્રાલયના જુલાઈ 2023ના અહેવાલમાં જણાવાયું હતું કે 1,646 પ્રોજેક્ટમાંથી 388નો ખર્ચ વધી ગયો હતો, જ્યારે 809 પ્રોજેક્ટ વિલંબથી ચાલી રહ્યા હતા.
646 પ્રોજેક્ટના અમલીકરણની મૂળ કિંમત રૂપિયા 23,92,837.89 કરોડ હતી, તે વધીને રૂપિયા 28,58,394.39 કરોડ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ્સની કિંમતમાં 19.46 ટકા એટલે કે રૂપિયા 4,65,556.50 કરોડનો વધારો થયો છે.
અહેવાલ પ્રમાણે, જુલાઈ 2023 સુધી આ પ્રોજેક્ટ્સ પર રૂપિયા 15,21,550.38 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે કુલ અંદાજિત ખર્ચના 53.23 ટકા છે.