તમે ચણામાંથી બનેલા અનેક પ્રકારના શાક તો ખાધા જ હશે, પરંતુ તમે ક્યારેય મસાલેદાર મસાલા ચણાનો સ્વાદ ચાખ્યો છે? નહીં તો ચાલો જાણીએ તેની પરફેક્ટ રેસીપી.
ચણા-અડધો કિલો,બાફેલા બટાકા- 4 થી 5, તમાલપત્ર-4,કાળા મરી 3 થી4,જીરું પાવડર 2 ચમચી,દાડમના પાવડર -3 થી 4 ચમચી,આમચૂર્ણ-2 ચમચી,ધાણા પાવડર- 2 થી 3 ચમચી,લાલ મરચું પાવડર-1 થી 2 ચમચી,ગરમ મસાલો -1 ચમચી,હીંગ- 1થી2 ચમચી,હળદર-2 ચમચી,ટમેટા-3,લસણની કળા-3 થી 4,આદુની પેસ્ટ-1 ચમચી,કસ્તુરી મેથી-2 ચમચી,લીલા મરચાં-4 થી 5 સમારેલ.
સૌથી પહેલા ચણાને સારી રીતે પાણીથી ધોઈ લો, તેમાં મીઠો સોડા નાખો અને પાણી મિક્સ કરો અને તેને કૂકરમાં 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી પકાવો. ચણા બફાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તમાલપત્ર,એલચી,હીંગ,લસણની કળી અને સમારેલ લીલા મરચા નાખીને હલાવો.
તમામ મસાલા અને આદુની પેસ્ટ નાખીને થોડું પકાવી લો પછી તેમાં સમારેલ ટામેટા નાખીને મિક્સ કરી લો.
પછી થોડું પાણી નાખીને બધું સારી રીતે મિક્સ કરી લો. પછી તેના પર ઢાંકણ ઢાકીને પકાવી લો. 1-2 મિનિટ રાંધ્યા પછી તેમાં બાફેલા ચણા નાખોને હલાવીને મિક્સ કરી લો.
ચણાને મસાલા સાથે લગભગ 10 થી 15 મિનિટ સુધી ફ્રાય કરો અને પછી બાફેલા બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરો.
હવે જરૂર મુજબ પાણી નાખો. ગરમ મસાલો અને કસ્તુરી મેથી નાખીને 5 થી 7 મિનિટ પકાવો.
મસાલા ચણા તૈયાર છે. હવે તમે તેને ગરમાગરમ રોટલી અથવા નાન સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.