શર્ટના ગંદા કૉલરને સાફ કરવા માટે અપનાવો આ ટિપ્સ


By Sanket M Parekh20, Aug 2023 02:44 PMgujaratijagran.com

હાઈડ્રોજન પેરોક્સાઈડ

જિદ્દી ડાઘ નીકાળવા માટે મોટાભાગના લોકો હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરે છે. જેને પાણીમાં મિક્સ કરીને તેમાં કૉલરને પલાળો.

સોડા વૉટર

શર્ટના ડાઘ વાળા ભાગ પર સોડા વૉટર નાંખીને તેને થોડીવાર માટે એમ જ છોડી દો. જે બાદ તેને નોર્મલ કપડાની જેમ સાફ કરી લો.

લૉન્ડ્રી ક્લીનર

શાઉટ ક્લીનર તમને કોઈ પણ નોર્મલ સ્ટોર પર મળી જશે. બસ તેને ડાઘ વાળા ભાગ પર સારી રીતે છાંટી દો. 10 મિનિટ પછી આ સાબુથી સાફ કરી લો.

બેકિંગ સોડાથી સાફ કરો

કૉલરને પાણીમાં પલાળો. જે બાદ તેના પર બેકિંગ સોડા છાંટો અને તેને 10 મિનિટ માટે છોડી દો અને પછી તેને ધોઈ નાંખો.

વિનેગારથી સફાઈ

આ ઉપરાંત તમે ડાઘ વાળી જગ્યા પર વિનેગર નાંખીને પણ તેને સાફ કરી શકો છો. વિનેગારને કૉલર પર નાંખીને થોડીવાર રહેવા દો અને પછી નોર્મલ વૉશ કરો.

બેકિંગ સોડા અને લીંબુ

કૉલરના ડાઘને સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને લીંબુના રસનું મિશ્રણ બનાવી શકો છો. જેને કપડા પર લગાવીને થોડીવાર માટે છોડી દો. જે બાદ તેને સાફ કરી દો.

અમોનિયાથી સફાઈ

પાણીમાં થોડુ અમોનિયા મિક્સ કરો અને આ મિશ્રણથી તમારા શર્ટના ગંદા કૉલરને સાફ કરો. જેનાથી તમારો શર્ટ ચમકી ઉઠશે.

વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી નાસ્તો, તમે આ રીતે બનાવી શકો છો ટેસ્ટી વાનગી