મોટાભાગના લોકો ઘરે દહીં જમાવે છે પરંતુ જો તમારે સાર્કેટ જેવું જ ઘટ્ટ અને મલાઈદાર દહીં બનાવવું હોય તો ચાલો જાણીએ તેના માટે કેટલીક ખાસ ટિપ્સ-
જો તમે પરફેક્ટ દહીં બનાવવા માટો છો તો પાતળું દૂધ કે પાણીવાળા દૂધનો ઉપયોગ કરશો નહીં. ઘટ્ટ દહીં માટે ફુલ ફેટ વાળા દૂધનો ઉપયોગ કરવા હંમેશા સારું છે.
જો તમારે માર્કેટ જેવું જ દહીં જોઈતું હોય તો માટીના વાસણનો ઉપયોગ કરો. માટીના વાસણમાં દહીં ઘટ્ટ અને મલાઈ જેવું બને છે અને માટીની સુગંધ દહીંને ટેસ્ટી બનાવે છે.
હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે દહીં જમાવવા માટેનું દૂધ બોવ ઠંડુ કે બાવ ગરમ ન હોવું જોઈએ. પરફેક્ટ દહીં બનાવવા માટે હંમેશા હૂંફાળા દૂધનો જ ઉપયોગ કરો.
પરફેક્ટ દહીં બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં થોડું દહીં લો અને તેમાં 3-4 મોટા ચમચા દૂધ પાવડર નાખો અને તેને સારી રીતે મિક્સ કરો.
હવે એક વાસણમાં મલાઈદાર દૂધને ગેસ પર ગરમ કરો અને થોડીવાર ધીમા ગેસ પર ગરમ કરો.દૂધ થોડું ઉકળે એટલે ગેસ બંધ કરી દો અને દૂધને ઠંડુ થવા દો.
જ્યારે દૂધ નવશેકું થાય એટલે તેમાં દૂધનો પાવડર અને દહીંનું મિશ્રણ નાખો.હવે તેને ઢાંકીને 3-4 કલાક માટે રહેવા દો.
3-4 કલાક પછી જામી ગયેલા દહીંને ફ્રીજમાં રાખો. તેનાથી દહીં પરફેક્ટ બનશે.ઘટ્ટ અને મલાઈદાર દહીં તૈયાર છે હવે તેને ખાવ અને ખવડાવો.
આ સિવાય તમે દહીંને પરફેક્ટ બનાવવા માટે માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરી શકો છો. હૂંફાળા દૂધમાં થોડું દહીં મિક્સ કરીને વાસણને માઇક્રોવેવમાં લગભગ 180 ડિગ્રી પર બે મિનિટ માટે ગરમ કરો. પરફેક્ટ દહીં થઈ જશે.
આ ટિપ્સને ફોલો કરીને તમે પણ ઘરે ઘટ્ટ અને મલાઈદાર દહીં બનાવી શકો છો.