શિયાળાની સ્પેશિયલ રેસીપી તરિકે જાણીતી વાનગી એટલે લીલી તુવેરના ટોઠા રેસીપી, આ રેસીપીને શિયાળા દરમિયાન વધારે ખાવામાં આવે છે.તેથી તમે પણ શિયાલામાં આ રેસીપી ઘરે અજમાવી શકો છો.
લીલી તુવેર,લીલું લસણ,મીઠું,બેકિગ સોડા,તેલ,આદુ,મરચા,ટમેટાની પ્યુરી,અજમો,સુકા લાલ મરચા,હળદર,ડુંગળી,ધાણાજીરુ.
એક કૂકરમાં લીલી તુવેર,થોડું મીઠું,બકિંગ સોડા અને થોડું પાણી ઉમેરી બે સિટી વગે ત્યાં સુધી પકાવી લો.
હવે એક કડોઈમાં તેલ ગરમ કરી તેમા અજમો,સુકા મરચા,તમાલપત્ર અને સમારેલી ડુંગળી,આદુ,લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી સાતળો.
હવે તેમાં એક કપ ટમેટાની પ્યુરી ઉમેરીને સુધી ડ્રાઈ થઈ જાય ત્યાં સુધી પકાવીને પછી તેમા થોડું લીલું લસણ,લાલ મચરું,હળદર,ધાણાજીરું,હિંગ ઉમેરીને તેમા બાફેલી તુવેર તેમા ઉમેરો.
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેલ અલગ થાય ત્યાં સુધી થોડીવાર પાકવા દો પછી ગરમ મસાલો અને કોથમરી.
આપણા થલતેજ જેવા જ તુવેર ટોઠા તૈયાર છે, તમે તેને બાજરાના રોટલા અથવા બ્રેડ સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.