મિક્સ દાળ ખીચડી રેસીપી


By Vanraj Dabhi01, Feb 2024 01:23 PMgujaratijagran.com

ખીચડી રેસીપી

દાલ ખીચડીએ ઉત્તમ ભારતીય સ્વાદિષ્ટ એક પરફેટ ભોજન છે જે ચોખા અને દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આરોગ્યપ્રદ અને સુપર હેલ્ધી હોવા ઉપરાંત, તે હલકું અને પચવામાં સરળ છે અને સામાન્ય રીતે અથાણું, પાપડ અને દહીં સાથે પીરસવામાં આવે છે.

સામગ્રી

ચોખા,તુવેર દાળ,મગની દાળ,ઘી,આદુ,હીંગ,લસણની કળી,ડુંગળી,ટામેટા,લીલું મરચું,પાણી,હળદર,લાલ મરચું પાવડર,ધાણા-જીરું પાવડર,ગરમ મસાલો,લીંબુનો રસ,કસુરી મેથી,કોથમીર,સ્વાદ પ્રમાણે મીઠું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ દાળ-ચોખા ધોઈને એક કૂકરમાં પાણી ઉમેરીને દાળ-ચોખા એકગ-એલગ કૂકરમાં બાફી લો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં તેલ ગરમ કરીને રાઈ-જીરું,આખા લાલ મરચા,વગેરે મસાલા ઉમેરીને સાંતળો.

સ્ટેપ- 3

હવે તેમાં ટમેટા,ડુંગળી ઉમેરો અને થોડીવાર પકાવીને વઘાર તૈયાર કરો.

સ્ટેપ- 4

હવે તેમાં મસાલા ઉમેરીને બાફેલી દાળ ઉમેરીને પકાવો.

સ્ટેપ- 5

હવે તેમાં બાફેલા ચોખા ઉમેરીને મિક્સ કરીને ઉપર લીંબુનો રસ અને કોથમરી ઉમેરીને ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે મિક્સ ખીચડી તમે તેને પાપડ,અથાણાં સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુે રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

યુનિક ઢોકળા રેસીપી : ચોખાના લોટમાંથી ઢોકળા બનાવવાની રીત