બિરયાનીએ હૈદરાબાદનું પ્રખ્યાત ફૂડ છે હૈદરાબાદી દમ બિરયાનીની સ્ટાઇલમાં તમે શાકભાજીમાંથી બનાવેલી વેજ બિરયાની ખાવા માટે શાકાહારી લોકો પાગલ હોય છે. પરંપરાગત રૂપથી ઘરે બનાવવા માટેની રીત જાણી લો.
3-4 કપ બાસમતી ચોખા, 2 લીલી એલચી, 1 મોટી કાળી એલચી, 2 લવિંગ, તજનો એક નાનો ટુકડો, 1 તમાલપત્ર, મીઠું સ્વાદ અનુસાર,1 બટેટું સમારેલ,1-2 કપ કાપેલું ફલાવર,1-4 કપ કાપેલું ગાજર,1-4 કપ ફ્રેંચ બીન્સ,1-4 કપ લીલા વટાણા,1 ડુંગળી લંબાઈમાં કાપેલી,1-2 લીલા મરચાં લંબાઈમાં કાપેલા,1 ચમચી આદું-લસણની પેસ્ટ, 4-5 મરી,1-2 ચમચી જીરું,1-2 ચમચી લાલ મરચું પાઉડર,1-8 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાઉડર,1-4 ચમચી ગરમ મસાલો,1-2 કપ દહીં,2 ચમચી બારીક સમારેલા કોથમીર, 3 ચમચી તેલ.
સૌ પ્રથમ ચોખા ત્રણ ચાર વાર પાણીમાં ધોઈને પછી 15 મિનિટ માટે પાણીમાં પલાળી દો અને પછી ચોખામાંથી વધારાનું પાણી નિતારીને કાઢી લો.
એક પેનમાં પાણી નાખીને તેને મધ્યમ આંચ પર ઉકળો પછી તેમાં પલાળેલા ચોખા સહિત અન્ય મસાલા ઉમેરીને 7-8 મિનિટ ઉકાળો.
પકાવેલા ભાતમાંથી પાણી કાઢવા માટે તેને એક મોટી ચાળણીમાં નાખોં, પાણી ચાળણીમાંથી નીકળી જશે.
હવે એક પેનમાં ગ્રીવી બનાવીને એક વાસણમાં ફેલાવી દો.
અડધા ભાત ગ્રેવીની ઉપર નાખોં અને તેના પર અડધું પલાળેલું કેસર છાંટો.
હવે તેના પર તળેલી ડુંગળી, કોથમરી અને ફુદીનાના પાન નાખોં.
હવે તેના પર બાકી વધેલી ગ્રેવી નાખી થોડી વાર ઢાંકણ બંધ કરીને પકાવી લો.
15 મિનિટ પછી ગેસને બંધ કરીને ઢાંકણ હટાવો અને વેજ બિરયાનીને પીરસવાની થાળીમાં કાઢીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.