દેશી ઘી,કાજુ,બદામ,દ્રાક્ષ,પિસ્તા,રવો,ચણાનો લોટ,પાણી,કેસર,ખાંડ,ઈલાચી પાવડર.
સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં ડ્રાયફ્રૂટ્સ શેકી લો.
હવે તેમાં રવો અને એક ચમચી ચણાનો લોટ ઉમેરો અને તેને મિક્સ કરીને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
હવે તેમાં ત્રણ કપ પાણી ઉમેરીને 5 મિનિટ સુધી પકાવીને તેમાં કેસર વાળું પાણી નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં અડધો કપ ખાંડ નાખીને બરાબર હલાવીને મિક્સ કરી લો.
હવે તેમાં શેકેલા ડ્રાય ફ્રૂટ્સ અને કિસમિસ,પિસ્તા,ઈલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે રવાનો શીરો,તમે તેને ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.