પાણીપુરી ભારત ખૂબ જ પ્રખ્યાત નાસ્તો છે જે દરેક ઉંમરના લોકોને પંસદ હોય છે. ભારતનાં કેટલાક રાજ્યોમાં તેને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે, મધ્યપ્રદેશમાં તે ફૂલકી, ઓડિશામાં ગુપચ્ચી, પાણીપુરીનું નામ લેતા દરેકના મોઢામાં પાણી આવી જાય છે. તે તમે ઘરે પણ બનાવી શકો છો, ચાલો જાણીએ.
4 પુરી, પાણી માટે 1/2 ફુદીનાના પાન, 3-4 કપ કોથમીર, 3 ચમચી, આદુ અને લીલા મરચાં સમારેલા,1 ચમચી આમલી, 1 ચમચી જીરુ પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી કાળું મીઠુ, 3 કપ પાણી, 1/2 કપ બૂંદી ફીલિંગ માટે, 1 બાફેલ બટાકા, 1 ડુંગળી સમારેલ, 1/2 કપ બાફેલા ચણા, 2 ચમચી લાલ મરચું પાવડર.
એક બાઉલમાં ફુદીના, કોથમીર, સમારેલ આદુ અને મરચા નાખો.
હવે તેને એકસાથે પીસીને પેસ્ટ બનાવીને એક બાઉલમાં કાઢી લો.
હવે એક બાઉલમાં આમલી, જીરુ પાવડર, ચાટ મસાલો, કાલા નમક અને પાણી નાખીને મિક્સ કરો.
હવે આ પાણીમાં બુંદી નાખીને મિક્સ કરો.
એક બાઉલમાં બાફેલા બટાકા,ચણા અને સમારેલી ડુંગળી મિક્સ કરો.
હવે તેમાં લાલ મરચું, જીરુ પાવડર, કાલા નમક અને ચાટ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો. જેથી તેમાં બધી સામગ્રી મિક્સ થઈ જાય.
હવે એક પાણીપુરી અને તૈયાર કરેલ મસાલો તેમાં ભરો અને એક ગ્લાસમાં મસાલેદાર પાણી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.