મેથી-પાલકના ઢોકળાની અદ્ભુત રેસિપી


By Vanraj Dabhi16, Feb 2024 05:13 PMgujaratijagran.com

મેથી પાલકના ઢોકળા

મકાઈનો લોટ અને મેથી-પાલકમાંથી સ્વાદિષ્ટ ઢોકળા બનાવીને શિયાળામાં દાળ,કઢી સાથે ખાવાની ખૂબ મજા આવે છે.

સામગ્રી

મકાઈનો લોટ,લીલી મેથી,પાલક,કોથમરી,લીલું મરચું,ડુંગળી,મીઠું,લાલ મરચું,હળદર,ધાણા પાવડર, પાપડ ખારો,તેલ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં મકાઈનો લોટ,લીલી મેથી,કોથમરી,પાલક,લીલા મરચા-ડુંગળી ઉમેરો.

સ્ટેપ- 2

હવે તેમાં મીઠું,મરચું,હળદર,ધાણા પાવડર,પાપડ ખારો,તેલ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ- 4

હવે તેમાંથી નાના બોલ બનાવીને ગોળ ઢોકળા બનાવો.

સ્ટેપ- 5

હવે ઢોકળાને સ્ટીમરમાં મૂકીને સ્ટીમ કરી લો.

સર્વ કરો

તૈયાર છે મેથી પાલકના ઢોકળા, તમે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચોખાના લોટમાંથી બનાવો ટેસ્ટી ઢોકળા