ફરાળમાં ટેસ્ટી વાનગી બનાવવા માંગતા હોવ તો તમે ઘરે ખારેકમાંથી હલવો બનાવી શકો છો.
ખારેક, ઘી, દૂધ, ખાંડ, ડ્રાયફ્રૂટ્સ.
સૌ પ્રથમ લીલી ખારેકમાંથી ઠળીયા કાઢી તેને જીણી સમારી લો.
હવે એક મિક્સર જારમાં નાખી તેને બારીક પીસી લો.
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં પીસેલી ખારેકનું મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને બરાબર મિક્સ કરીને પકાવી લો.
તૈયાર છે લીલી ખારેકનો હલવો તમે વ્રતમાં સર્વ કરી શકો છો.