ઢોકળા તો તમે ટ્રાય કર્યા હશે, આજે અમે પાલકના સ્વાદિષ્ટ ઢોકળા બનાવવાની યુનિક રેસીપી જણાવીશું.
મકાઈનો લોટ, પાલક, લીલું મરચું, ડુંગળી, મીઠું, લાલ મરચું, હળદર, ધાણા પાવડર, પાપડ ખારો, તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં મકાઈનો લોટ, પાલક,લીલા મરચા-ડુંગળી ઉમેરો.
હવે તેમાં મીઠું,મરચું,હળદર,ધાણા પાવડર,પાપડ ખારો,તેલ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે તેમાંથી નાના બોલ બનાવીને ગોળ ઢોકળા બનાવો.
હવે ઢોકળાને સ્ટીમરમાં મૂકીને સ્ટીમ કરી લો.
તૈયાર છે પાલકના ઢોકળા, તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.