રેસ્ટોરન્ટમાં જમાવા જઈએ ત્યારે તંદુરની રોટ ઘણી વખત આપણે ટ્રાય કરતા હોય છીએ, આજે અમે તમને ઘરે તંદુરી બટર ગાર્લિક નાન બનાવવાની રીત જણાવીશું.
મેંદો, મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, સોડા, દહીં, દૂધ, કોથમરી, બટર, લસણ.
સૌ પ્રથમ એક બાઉલમાં લોટને ચારણી વડે ચાળી લો.
હવે તેમાં ખાંડ, મીઠું, બેકિંગ પાઉડર, સોડા વગેરે ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં દહીં, દૂધ, બટર નાખીને લોટ બાંધીને 5 મિનીટ સેટ થવા દો.
હવે લૂઆ બનાવીને રોટલી ઉપર લસણ, કોથમીર, કંલોજી વગેરે ઉમેરીને ફરીથી રોલ આઉટ કરો.
હવે એક તવા પર તંદુરી નાન શેકી લો.
તૈયાર છે તંદુરી બટર ગાર્લિક નાન તમે તમારી મન પસંદ સબ્જી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.