ચોમાસામાં કઈક અલગ રેસીપી ટ્રાય કરવાનું મન થાય તો તમે મકાઈમાંથી અપ્પમ બનાવી શકો છો.
સોજી,બેસન,દહીં,લીલા મરચા,આદુ,લસણ,કેપ્સીકમ,ડુંગળી,કોથમીર,સ્વીટકોર્ન,મીઠું,ચીલી ફ્લેક્સ,પિઝા સેસનિંગ,ચીઝ ક્યુબ્સ,કાળા મરી પાઉડર.
સૌ પ્રથમ એક બાઉલમાં રવો,દહીં અને ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે લીલી મકાઈનમાંથી છરીની મદદથી દાણા અલગ કરી અને મિક્સજારમાં આદુ,લસણ,લીલા મરચા ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો.
હવે રવાના બેટરમાં મકાઈની પેસ્ટ, કેપ્સીકમ,ડુંગળી,કોથમીર,સ્વીટકોર્ન,મીઠું,ચીલી ફ્લેક્સ,કાળા મરી પાઉડર ઉમેરીને મિક્સ કરો.
હવે તેમાં ઈનો નાખીને મિક્સ કરી લો અને અપ્પમ મોલ્ટમાં તેલ લગાવીને બેટર રેડો અને ગેસ પર બન્ને બાજુ શેકી લો.
તૈયાર છે મકાઈના અપ્પમ તમે ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.