Moong Dal Handvo Recipe: મગની દાળવો હાંડવો બનાવવાની પરફેક્ટ રેસીપી


By Vanraj Dabhi01, Aug 2024 08:44 PMgujaratijagran.com

મગની દાળ હાંડવો

હાંડવા ખાવો દરેક લોકોને પસંદ હોય છે, પરંતુ તે પરફેક્ટ બનતો નથી ચાલો જાણીએ તેની પરફેટ રેસીપી.

સામગ્રી

ચણાની દાળ, લીલી મગની દાળ, પીળી મગની દાળ,અડદની દાળ, તુવેરની દાળ,ચોખા,કોથમીર, કોબી,ડુંગળી, મીઠું, તેલ, રાઈ-જીરું, આદુ-લસણ-લીલા મરચાની પેસ્ટ, તલ, હળદર,લાલ મરચું પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ તમામ દાળ અને ચોખાને મિક્સ કરી પાણીમાં સારી રીતે ધોઈને 5 થી 6 કલાક પલાળી રાખો અને પછી તેને મિક્સરમાં પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-2

હવે આ મિશ્રણમાં બારીક સમારેલી ડુંગળી, કોથમીર, કોબી અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-3

એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ,જીરું, તલ, આદુ,લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી પકાવો.

સ્ટેપ-4

તૈયાર કરેલી દાળના મિશ્રણમાં તડકા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-5

એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરી દાળના મિશ્રણને ફેલાવી, ઢાંકીને થોડીવાર પકાવો .

સર્વ કરો

બંને બાજુથી બરાબર પકાવી લીધા પછી ગરમ હાંડવાને ચટણી અથવા ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Aloo Shimla Mirch Recipe: આલુ સિમલા મિર્ચનું શાક બનાવવાની રેસીપી