બટાકાનું શાક તો દરેક લોકોએ ખાધુ જ હશે, પરંતુ તમે ક્યારેય આલુ સિમલા મિર્ચનું શાક નહીં ખાધુ હોય, નોંધી લો રેસીપી.
કેપ્સિકમ,બટાકા, ડુંગળી,લીલાં મરચાં,તેલ,અજમો,લસણ,મીઠું, હિંગ.
સૌ પ્રથમ તમામ શાકભાજીને સારી રીતે ધોઈને બારીક સમારી લો અન લસણને છીણી લો.
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી પછી અજમો નાખીને સાંતળી લો.
હવે તેમાં એક ચપટી હિંગ, ડુંગળી અને લસણની પેસ્ટ ઉમેરીને ધીમા તાપે પકાવો.
કેપ્સિકમ,બટાકા અને લીલા મરચાની કટકી નાખીને મીઠું ઉમેરીને નરમ થાય ત્યાં સુધી પકાવો.
તૈયાર છે આલુ સિમલા મિર્ચનું શાક, તમે પરાઠા કે પુરી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.