મીઠી બુંદી બનાવવાની રીત


By Vanraj Dabhi19, Feb 2024 04:29 PMgujaratijagran.com

બુંદીની રેસીપી

ચણાના લોટની નાની નાની બુંદી ઘીમાં તળીને ખાંડની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે.

સ્ટેપ- 1

એક પેનમાં પાણી અને ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ઓગળીને એક તારી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી સતત હલાવતા રહી ઉકાળી લો.

સ્ટેપ- 2

હવે તેમાં કેસરવાળું પાણી નીખીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

સ્ટેપ- 3

એક બાઉલમાં ચણાનો લોટ અને પાણી નાખીને સારી રીતે મિક્સ કરીને સ્મુધ ખીરૂ બનાવી લો.

સ્ટેપ- 4

હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ખીરૂ લઇ બુંદીના જારા પર મુકીને બુંદી પાડી લો.

સ્ટેપ- 5

આ બુંદીને મધ્યમ તાપ પર તળી લીધા પછી તેને જારાની મદદથી બહાર કાઢીને ખાંડની ચાસણીમાં નાંખીને સારી રીતે પલાળીને બહાર કાઢી લો.

સર્વ કરો

હવે તેમાં એલચી પાવડર,પીસ્તા-બદામ ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રવાનો હાંડવો બનાવવાની રીત