રવાનો હાંડવો બનાવવાની રીત


By Vanraj Dabhi19, Feb 2024 03:38 PMgujaratijagran.com

સામગ્રી

રવો,ચોખાનો લોટ,લીલા વટાણા,ખમણેલી દૂધી,ગાજર,કોબીજ,ડુંગળી,કેપ્સીકમ,આદુ-મરચાંની પેસ્ટ, મરી પાવડર,ગરમ મસાલો,હળદળ,ધાણાજીરું પાવડર,ઈનો એક પેકેટ,તેલ,રાઈ,હિંગ,સફેદ તલ,ખાટું દહીં,મીઠું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક તપેલામાં રવો,ચોખાનો લોટ લઈ તેમાં દૂધી,ગાજર વગેરે શબ્જી ઉમેરીને તેમાં થોડું પાણી નાખીને તેને 30 મિનિટ ઢાંકીને રાખી દો.

સ્ટેપ- 2

હવે તેમાં આદુ-મરચાંની પેસ્ટ વગેરે મસાલા ઉમેરીને પછી તેમાં દહીં ઉમેરો અને સારી રીતે હલાવો અને પછી તેમાં ઈનો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,તલ,લીમડાનો વઘાર કરો.

સ્ટેપ- 4

હવે તેમાં તૈયાર કરેલું ખીરું ધીરેથી રેડી દો પછી તેને ધીમા તાપે પકાવો.

સર્વ કરો

તૈયાર છે રવાનો હાડવો, તમે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બટાકા પૌવા રેસીપી