3 વાટકી મિક્સ શાકભાજી, 4-5 ખજૂર, 2 ચમચી તેલ, 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ, 8-10 મીઢા લાીમડાના પાન, 2 લાલ મરચાં, 2 તમાલપત્ર, 3 મોટા ટામેટાં બારીક સમારેલા, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 /2 ચમચી હળદર પાવડર, મુઠિયા બનાવવા માટે 2 કપ ચણાનો લોટ, 1 વાટકી બારીક સમારેલી મેથીના પાન, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા પાવડર, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી તેલ,1/2 હિંગ.
સૌ પ્રથમ બધી શાકભાજીને સારી રીતે ધોઈને કાપીને મિક્સ કરી લો.
હવે કુકરમાં તેલ ગરમ કરો અને તેમાં સરસવ, જીરું, હિંગ, લાલ મરચાં, મીઠા લીમડાના પાન,તમાલપત્ર નાખીને તેને સાંતળો.
હવે તેમાં ટામેટાં અને મેથીના પાન નાખો અને પછી તમામ સમારેલી શાકભાજી ઉમેરો.
હવે તેમાં ઉપર જણાવેલ તમામ મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરીને 2 ગ્લાસ પાણી ઉમેરો અને કૂકરનું ઢાંકણું બંધ કરો અને બે સીટી વાગે ત્યાં સુધી પકાવો.
જ્યાં સુધી બધી સામગ્રી મિક્સ ન થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો અને જરૂર મુજબ પાણી ઉમેરો અને લોટ મિક્સ કરો.
હવે કુકરમાં બે સીટી વાગ્યા બાદ કુકરનું ઢાંકણ ખોલી, મુઠીયાના લોટમાંથી નાના-નાના બોલ બનાવી કુકરમાં મુકીને કુકરનું ઢાંકણું બંધ કરી ફરી એક સીટી વગાડી લો.
હવે તમારું ઊંધિયું તૈયાર થઈ ગયું છે, તમે તેનો ગરમાગરમ રોટલી,રોટલા કે પૂરી સાથે આનંદ માણી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.