સુરતના ફેમસ જાનીનો લોચો આ રીતે ઘરે બનાવો


By Vanraj Dabhi02, Feb 2024 05:34 PMgujaratijagran.com

જાનીનો લોચો

ગુજરાતમાં ફૂડના શોખીનો માટે સુરતી લોચો બેસ્ટ છે.સુરતમાં જાનીનો લોચો ફેમસ છે તમે તેને આ રીતે ઘરે જ બનાવીને ગમે ત્યારે ખાઈ શકો છો,જાણો લોચાને ઘરે બનાવવાની સરળ રીત.

સામગ્રી

ચણાની દાળ,અડદની દાળ,પૌવા,હળદર પાવડર,ઈનો,લીલા મરચા,હીંગ,કાળા મરી,લીંબુનો રસ,આદુ પેસ્ટ,ઝીણી સેવ,લાલ મરચું પાવડર,તેલ,લીલા મરચા,કોથમરી,મીઠું,લીલા ધાણાની ચટણી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં પીસેલી ચણાની દાળ,અડદની દાળ,પલાળેલા પોહા,આદુ,હિંગ,હળદર પાવડર,લીલું મરચું,મીઠું અને અડધુ લાલ મરચું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે તેમાં તેલ ઉમેરીને મિક્સ કરી ઘટ્ટ મિશ્રણમાં પાણી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે બેટરને સ્ટીમર તેલ લગાવીને બેટર રેડો અને એક વાસણમાં પાણી ગરમ કરીને તેમાં એક જાળીદાર સ્ટેન્ડ મૂકો

સ્ટેપ- 4

હવે તે બેટરના વાસણમાં ઈનો,લાલ મરચું અને કાળા મરી છાંટીને લોચાને પકાવો.

ગાર્નિશ કરો

હવે લોચાને ચમચી વડે એક પ્લેટમાં ફેલાવી દો અને તેની પર એક ચમચી તેલ,લીંબુનો રસ,ચટણી,કોથમરી,ઝીણી સેવ ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વડોદરાનો ફેમસ જગદિશનો ચેવડો ઘરે બનાવવાની રીત