હોમ મેઈડ ગોળધાણા : મહેમાનોમાં વટ પડાવે તેવાં સુપર ટેસ્ટિ ગોળધાણા


By Vanraj Dabhi26, Feb 2024 02:32 PMgujaratijagran.com

ગોળધાણાની રેસીપી

લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે દિકરા-દિકરીની સગાઈ દરમિયાન ગોળધાણા ખવડાવવામાં આવે છે,ત્યારે આ રેસીપી તમે અજમાવશો તો તમારો મહેમાનોમાં વટ પડી જશે.

સામગ્રી

ધાણાજીરું,નાગરવેલના પાન,વરિયાળી,ગોળ,ટુટી ફ્રુટી,નારિયેળનું કોપરું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ નાગરવેલના પાનના નાના નાના ટુકડા કરીને મિક્સર જારમાં પીસી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં પાનની પેસ્ટ, ધાણાજીરું,ગોળના ટુકડા ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે તેમાં સમારેલી ટુટી ફ્રુટી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે આ મિશ્રણમાંથી નાની નાની ગોળી બનાવીને તેમાં સ્ટીક લગાવીને નારિયેળનું કોપરું ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે આપણી સુપર ટેસ્ટિ ગોળધાણાની રેસીપી, તમે મહેમાનોને પીરસી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લીલી દ્રાક્ષમાંથી હલવો બનાવવાની રીત