લીલી દ્રાક્ષમાંથી હલવો બનાવવાની રીત


By Vanraj Dabhi26, Feb 2024 12:31 PMgujaratijagran.com

લીલી દ્રાક્ષનો હલવો

હલવા ઘણી પ્રકારના હોય છે શું તમે ક્યારેય લીલી દ્રાક્ષનો હલવો ટ્રાય કર્યો છે, આ રીતે તમે ઘરે અજમાવી શકો છો.

સામગ્રી

લીલી દ્રાક્ષ,પાણી,કોર્ન ફ્લોર,ખાંડ,ગ્રીન ફૂડ કલર,ઘી,તરબૂચના બીજ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ લીલી દ્રાક્ષને ધોઈને એક મિક્સર જારમાં થોડુ પાણી ઉમેરી પીસી લો.

સ્ટેપ- 2

હવે આ મિશ્રણને એક બાઉલમાં ગરણી વડે ગાળી લો.

સ્ટેપ- 3

હવે તેમાં કોર્ન ફ્લોર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે એક પેનમાં પાણી,ખાંડ ઉકાળીને એક તારવાળી ચાસણી તૈયાર કરો.

સ્ટેપ- 5

હવે તેમાં દ્રાક્ષવાળું મિશ્રણ,ગ્રીન ફૂડ કલર ઉમેરીને ઘટ્ટ મિશ્રણ થાય ત્યાં સુધી પકાવો.

ગાર્નિશ કરો

હવે એક થાળીમાં તેલ માલીસ કરી તેમાં તરબૂચના બીજ છાંટી અને તેમાં તૈયાર કરેલ મિશ્રણમાં ઘી મિક્સ કરીને થાળીમાં ફેલાવી દો.

સર્વ કરો

5 મિનિટ સુધી ઠંડુ થવા દો અને પછી ચપ્પુની મદદથી કાપા પાડીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઈડ સ્ટફ્ડ ઈડલી બનાવવાની રીત