આ ઈડલીનું નવું વેરીયેશન છે,જે આજે અમે જણાવીશું,આ સ્ટફ્ડ ઈડલી એટલે કે શાકભાજીવાળી ઈડલી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.
ઈડલીનું ખીરું,મીઠું,ઈનો,ગાજર, વટાણા,બટાકા, ફલાવર,તેલ,જીરું,લાલ મરચું,હળદર,ગરમ મસાલો,લીમડાનાં પાન.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,લીમડો,બધાં શાક નાંખી સાંતળી લો.
હવે તેમાં બધા મસાલા ઉમેરીને 2 મિનીટ પકાવો અને પછી મેશર થી થોડું મેશ કરી ઠંડુ કરવો મૂકો.
ઈડલીના ખીરામાં મીઠું નાખી મિક્સ કરી લો અને એક પેનમાં પાણી ગરમ કરી તેની અંદર ઇડલીનું સ્ટીમર મૂકો.
હવે ઇડલીના ખીરામાં ઈનો ઉમેરી મિક્સ કરીને આ ખીરું ઈડલી મોલ્ડમાં રેડો પછી તેમાં એખ ચમચી સ્ટફિંગ ઉમેરો અને પછી પાછું ખીરું રેડી તેને ઢાંકીને 5 મિનીટ સુંધી સ્ટીમ કરો.
તૈયાર છે આપણી સ્ટફ્ડ ઈડલી, હવે તેને એક પ્લેટમાં કાઢી મલગાપોડી પાઉડરમાં ઘી મિકસ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.