સાતમ આઠમ પર એકદમ સોફ્ટ મીઠાઈ બનાવવાનું વિચારતા હોવ તો તમે, રવાના ગુલાબ જાંબુ બનાવી શકો છો.
રવો, દૂધ, ઘી, ખાંડ.
સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં રવો નાખીને શેકી લો.
હવે તેમાં દૂધ અને ખાંડ ઉમેરીને મિક્સ કરો.
હવે દૂધ બળીને માવો બની જાય ત્યાં સુધી શેકી લો પછી તેને પ્લેટમાં કાઢીને લોટની જેમ બરાબર મસળી લો.
હવે તેમાંથી નાના-નાના લૂઆ બનાવી લો, હવે એક કડાઈમાં તેલ કે ઘી ગરમ કરી તેમા જાબું તળી લો.
એક વાસણમાં ખાંડની ચાસણી તૈયાર કરીને પછી તેમાં તળેલા રવા જાંબુ 2 કલાક પલાળી રાખો.
તમે રાંધણ છઠ પર રવામાંથી સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ બનાવી શકો છો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.