Batata Poha Recipe: બટાકા પૌવા બનાવવાની રીત


By Vanraj Dabhi21, Aug 2024 11:35 AMgujaratijagran.com

બટાકા પૌવા

નાસ્તામાં દરેક લોકોએ બટાકા પૌવા તો ખાધા જ હશે, ચાલો જાણીએ બટાકા પૌવાની યુનિક રેસીપી.

સામગ્રી

પૌવા, બટાકા, લીલા વટાણા, ગાજર, ટામેટા, ડુંગળી, લીલુ લસણ, તેલ, રાઈ-જીરું, હિંગ, મીઠો લીમડો, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ પૌવાને ધોઈને થોડીક વાર માટે પલાળી દો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરુ,હિંગ,મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરો.

સ્ટેપ-3

હવે તેમાં ડુંગળી નીખીને સાંતળી લો પછી તેમાં બાફેલા બટાકા,લીલા વટાણા,ગાજર નાખીને મિક્સ કરો.

સ્ટેપ-4

હવે તેમાં ટામેટાના ટુકડા,લીલું લસણ,મીઠું અને આદુ મરચાં નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે બધું બરાબર મિક્સ થાય પછી તેમાં પૌવામાં મીઠું ઉમેરીને બટાકાના મિશ્રણમાં મિક્સ કરી તેમાં લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી ઉપર લીલુ લસણ અને લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનીવ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dudhi Thepla Recipe: દૂધીના થેપલા બનાવવાની રીત