Bhai Dooj 2024: ભાઈ દૂજ પર સુગર ફ્રી પિન્ની બનાવો


By Vanraj Dabhi03, Nov 2024 10:33 AMgujaratijagran.com

સુગર ફ્રી પિન્ની રેસીપી

આજે ભાઈ દૂજનો તહેવાર સમગ્ર દેશમાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આ તહેવાર દરમિયાન મીઠાઈઓ ચોક્કસપણે બનાવવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો ખાંડવાળી મીઠાઈઓ ખાઈ શકતા નથી, તો તેના માટે તમે ઘરે આ સુગર ફ્રી પિન્ની બનાવી શકો છો.

ભાઈ દૂજ 2024

ભાઈ દૂજના તહેવાર ભાઈ અને બહેનના પ્રમનું પ્રતિક છે, તમે ભાઈ માટે ઝડપથી કંઈક યુનિક રેસીપી બનાવવા માંગતા હોવ તો તમે, તો સુજીની સુગર ફ્રી પિન્ની ટ્રાય કરો.

સામગ્રી

બદામ,ખજૂર, સૂકો નારિયેળ,ચણાનો લોટ, સોજી, ગુંદર, કિસમિસ, તલ, ખસખસ, સૂઠ પાઉડર, એલચી પાવડર, ખોયા.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં બદામ, કાજુ અને ખજૂર, સૂકું નાળિયેરને સાંતળી લો.

સ્ટેપ-2

હવે ડ્રાય ફ્રુટ્સ શેક્યા પછી તે ઠંડા થાય ત્યારે તેને મિક્સરમાં બરછટ પીસી લો.

સ્ટેપ-3

હવે ફરી તે પેનમાં થોડું ઘી ગરમ કરીને ચણાના લોટ, રવો ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

સ્ટેપ-4

હવે તેમાં ચણાના લોટ અને ઘીમાં શેકેલ ગુંદર, કિસમિસ, ખોયા ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં તલ, ખસખસ, આદુ પાવડર, એલચી પાવડર, ડ્રાય ફ્રુટ્સ ઉમેરીને મિક્સ કરીને નાની પિન્ની બનાવો.

સ્ટોર કરો

તૈયાર છે સુગર ફ્રી પિન્ની, તમે તેને સર્વ કરો તેમજ હવાચુસ્ત પાત્રમાં સારી રીતે રાખી પણ શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Amla Chutney: આમળાની લીલી ચટણી માત્ર ટેસ્ટી જ નથી પણ હેલ્ધી પણ છે, જાણો રેસીપી