ઘણા લોકોને ઘીસોડાનું રસાવાળું શાક નથી ભાવતું હોતુ, પરંતુ તમે એક વાર જો ભરેલા ઘીસોડાનું શાક બનાવશો તો બધા આંગળા ચાટતા રહેશે.
ઘીસોડા, ડુંગળી, લીલા મરચાં, વરિયાળી, ધાણા, હિંગ, જીરું, લસણ, મીઠું, હળદર પાવડર, આમચુર પાવડર.
સૌ પ્રથમ ઘીસોડાને છોલીને વચ્ચે ચીરો કરી અને અંદરના બીજ કાઢી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં હિંગ, જીરું અને ડુંગળી નાખીને સાંતળો.
હવે તેમાં લસણની પેસ્ટ, વરિયાળી અને ધાણાને બારીક પીસીને ઉમેરીને મિક્સ કરો.
હવે તેમાં આમચૂરણ, હળદર, મીઠું વગેરે મસાલા ઉમેરીને મિક્સ કરો.
હવે મસાલાને ઘીસોડામાં ભરીને દોરાથી બાંધી દો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ઘીસોડા ઉમેરીને તેને સારી રીતે પકાવો. તૈયાર છે ભરેલા ઘીસોડા તમે રોટલી, ભાત વગેરે સાથે સર્વ કરો.